અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 65નાં મોત

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 65નાં મોત
કાબુલ, તા. 18 : અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં શનિવારે મોડી  રાત્રે થયેલા આત્માઘાતી હુમલામાં મોતનો આંકડો વધીને 65 ઉપર પહોંચી ગયો છે. આ ઉપરાંત ઘાયલ થયેલા લોકોની સંખ્યા 182 દર્શાવવામાં આવી છે જે પૈકી અનેકની હાલત ગંભીર હોવાથી મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. સત્તાવારરીતે 65 લોકોના મોતનો આંકડો જારી કરવામાં આવી ચુકયો છે. હાલના સમયના સૌથી પ્રચંડ આત્માઘતી હુમલા તરીકે આને જોવામાં આવે છે. ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ પશ્ચિમ કાબુલના એક લગ્ન હોલમાં થયો હતો.

Published on: Mon, 19 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer