નેશનલ પાર્કના ધોધમાં ડૂબી જવાથી થાણેના યુવકનું મૃત્યુ

નેશનલ પાર્કના ધોધમાં ડૂબી જવાથી થાણેના યુવકનું મૃત્યુ
મુંબઈ, તા. 18 : શહેરની ભાગોળે આવેલા નેશનલ પાર્કમાં સહેલગાહ માટે આવેલા ગ્રૂપના એક યુવકનું ધોધમાં ડૂબી જતા મૃત્યુ થયું હતું. પોલીસે આ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે 19 વર્ષનો મૃતક અજય ખટરમોલ તેના મિત્રો અક્ષય કટકે, મનિષ ચંદ્રમોરે, જય સરોદે અને ઋષભ સરોદે સાથે નેશનલ પાર્કમાં ફરવા આવ્યો હતો. આ પાંચેય મિત્રો નેશનલ પાર્ક અંતર્ગતના ભારતીય હવાઈ દળના સેન્ટરની પાછળના ભાગે આવેલા એક ધોધ સુધી ગયા હતા. આ મિત્રોને ધોધ અને પાણીની તાકાત તેમ જ ઊંડાઇનો અંદાજ નહોતો, તેથી અજયનું મૃત્યુ થયું હતું. થાણે ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહ બહાર કાઢ્યો હતો. પાંચેય મિત્રો થાણેના લોકમાન્ય નગરના ત્રણ નંબરના પાડામાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.
Published on: Mon, 19 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer