યમુનાની સપાટી વધતાં આજે દિલ્હી જળબંબાકાર બનવાની વકી

યમુનાની સપાટી વધતાં આજે દિલ્હી જળબંબાકાર બનવાની વકી
શિમલા/ધર્મશાલા/નવી દિલ્હી, તા. 18 : દીવાલ ધસી પડતાં શ્રમિકનું મોત થયું હતું. વરસાદના કારણે તૂટી પડેલા વૃક્ષની ચપેટમાં આવતાં બે નેપાળી નાગરિકના મોત થયાં હતાં, તો ચંપામાં ધસમસતા પૂરના પ્રવાહમાં તણાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. કુલ્લુ જિલ્લાના રોહરૂમાં ભૂસ્ખલનથી એક શખ્સનું મોત થયું હતું. ભારે વરસાદના કારણે હિમાચલના ચંબા જિલ્લામાં બસ સ્ટેન્ડ પાસે એક રસ્તો આખો પૂરના પ્રવાહમાં વહી ગયો હતો.
હિમાચલ પ્રદેશમાં વણથંભ્યા વરસાદથી પર્વતીય રાજ્યનું જનજીવન હેરાન પરેશાન છે. અનેક સ્થળે તમામ શાળા, કોલેજ બંધ કરી દેવાયા છે. 
દરમિયાન, આજે દિલ્હી સરકારે શહેર માટે ફ્લડ ઍલર્ટ જાહેર કર્યું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસવા જણાવ્યું હતું, કારણ કે યમુના નદીની જળસપાટી ભયસૂચક ચિહ્ન ઓળંગવાની વકી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. એક અધિકારીએ કહ્યું હતું કે યમુના રવિવારે સાંજે 203.37 મીટર પર વહી રહી હતી અને તેની જળસપાટી સોમવારે વધીને 207 મીટર થવાની વકી છે, કારણ કે હરિયાણાના હાથિની કુંડ બંધમાંથી સાંજે 6 વાગ્યે 8.28 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
પૂર્વ દિલ્હી જિલ્લાએ તેના આદેશમાં જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે જળસપાટી વધી રહી છે. તેમ જ હાથિની કુંડ બંધમાંથી પણ પાણી છોડાયું હોવાથી યમુનાની સપાટી આવતી કાલે સવારે 10 વાગ્યા સુધીમાં 207 મીટર થવાની વકી હોવાથી, જનજીવન અને મિલકત સામે જોખમ સર્જાયું છે.
Published on: Mon, 19 Aug 2019

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer