રાજ ભવનમાં ભૂગર્ભમાં તૈયાર કરાયેલા `બંકર મ્યુઝિયમ''નું લોકાર્પણ કરતાં રાષ્ટ્રપતિ

રાજ ભવનમાં ભૂગર્ભમાં તૈયાર કરાયેલા `બંકર મ્યુઝિયમ''નું લોકાર્પણ કરતાં રાષ્ટ્રપતિ
મુંબઈ, તા. 18 (પીટીઆઇ) : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે આજે મુંબઈમાં રાજ ભવન પરિસરના ભૂગર્ભમાં તૈયાર કરાયેલા `બંકર મ્યુઝિયમ'નું લોકાર્પણ કરાયું હતું. રાજ્ય સરકારના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 15,000 ચોરસ ફૂટના આ અંડર ગ્રાઉન્ડ મ્યુઝિયમમાં વર્ચ્યુઅલ રિયાલિટી બૂથ્સ તૈયાર કરાયા છે જેના માધ્યમથી મુલાકાતીઓ 19મી સદીનું ટાઇમ ટ્રાવેલ કરી શકે છે. મ્યુઝિયમના અન્ય એક હિસ્સામાં રાજ ભવનનો ઇતિહાસ પણ જોવા મળશે. આ વર્ષાંતે અૉનલાઇન બુકિંગથી પ્રવાસીઓ આ મ્યુઝિયમની મુલાકાતે આવતા થશે. આજે આ મ્યુઝિયમ ખુલ્લું મુકાયું એ અવસરે રાષ્ટ્રપતિ સમક્ષ એક વર્ચ્યુઅલ બૂથના માધ્યમથી રાજ ભવનનો ઇતિહાસ દર્શાવાયો હતો.

Published on: Mon, 19 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer