સ્ટિંગ અૉપરેશન : સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ

મુંબઈ, તા. 19 : સ્ટિંગ ઓપરેશન દ્વારા વાઈરલ થયેલા એક વિવાદાસ્પદ વીડિયોને લીધે બે પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અંધેરી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર લાલાસાહેબ શેટયે અને તેના ઓર્ડર્લી મોહમ્મદ પીરઝાદા વિરુદ્ધ વિભાગીય તપાસ શરૂ હોઈ તેનો અહેવાલ ન આવે ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરાયા છે. આ કારવાઈથી પોલીસ દળમાં હાહાકાર મચી ગયો છે.
આ કેસનો ફરિયાદી એક બાર માલિક હોઈ તે થોડા દિવસ પહેલાં શેટયેને મળ્યો હતો. આ મુલાકાત ગોઠવવા તેણે પીરઝાદાની મદદ લીધી હતી, જેમાં બારની બાબતમાં તેમની વચ્ચે આર્થિક વ્યવહાર અંગે ચર્ચા થઈ હતી. આ ચર્ચાનું સ્ટિંગ ઓપરેશન કરી તેનો વીડિયો વાઈરલ કરાયો હતો. આમ બાર માલિક સાથે ચર્ચા કરવાનું બંને પોલીસને ભારે મોંઘું પડયું છે. આ કારવાઈથી હતપ્રભ થયેલા કેટલાક અધિકારી પત્રકારો સાથે વાતચીત કરવા પણ તૈયાર નથી.
બાર માલિકે સ્ટિંગ ઓપરેશનનો વાઈરલ કરેલો વીડિયો પાછળથી વધારાના પોલીસ કમિશનર મનોજ શર્મા પાસે આવ્યો હતો જેની ગંભીર દખલ લઈ શર્માએ વધુ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને તપાસ ચાલુ રહે ત્યાં સુધી બંને પોલીસને સેવામાંથી સસ્પેન્ડ કર્યા હતા.

Published on: Mon, 19 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer