`શ્રીદેવી બંગલો'' સામે બાંયો ચડાવી બોની કપૂરે

`શ્રીદેવી બંગલો'' સામે બાંયો ચડાવી બોની કપૂરે
પ્રિયા પ્રકાશ વૉરિયરની પ્રથમ ફિલ્મ `શ્રીદેવી બંગલો' છે. ફિલ્મમાં અભિનેત્રી શ્રીદેવીના જીવનકથાના અંશો લેવામાં આવ્યા છે. તાજેતરમાં આ ફિલ્મનું ટીઝર લોન્ચ થયયું છે જેમાં શ્રીદેવી જે રીતે મૃત્યુ પામી હતી તેમ બાથટબમાં જ પ્રિયાનો મૃતદેબ જોવા મળે છે. આ જોઇને શ્રીદેવીનો પતિ બોની કપૂર અને ફિલ્મોદ્યોગના કેટલાક લોકો રોષે ભરાયા છે. નોંધનીય છે કે આ ફિલ્મની શરૂઆતથી જ બોનીએ તેનો વિરોધ કર્યો છે. ફિલ્મના શીર્ષકમાં શ્રીદેવીનું નામ લખવામાં આવે છે તેનો સૌ પ્રથમ બોનીએ વિરોધ કર્યો હતો. આ બાબતે તેણે ફિલ્મમેકરને કાનૂની નોટિસ આપી હતી. પરંતુ ફિલ્મમેકરે તેને દાદ ન આપતાં હવે તેણે કડક કાયદાકીય પગલાં લેવા માટે વકીલની સલાહ લીધી છે. દરમિયાન આ ફિલ્મની રજૂઆતની તૈયારી થઇ રહી છે. બોનીએ કહ્યું કે, આ ફિલ્મ સાથે જોડાયેલા દરેક જણે મારી પત્નીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મના શીર્ષક અને પ્રથમ લૂકને જોઇને જ કાનૂની નોટિસ મોકલી હતી. પરંતુ ફિલ્મમેકરે તેને અવગણી હતી. આથી હવે તેમના વિરુદ્ધ વધુ કડક પગલાં ભરવામાં આવશે. કોઇપણ ફિલ્મમેકર ઇચ્છે તે બનાવી શકે છે તે ખરું પરંતુ મારી પત્નીનું નામ ન વાપરી શકે. 
ફિલ્મ શ્રીદેવી બંગલોમાં પ્રિયાની સાથે અરબાઝ ખાન અને તેની ગર્લફ્રેન્ડ જયોર્જીયા એન્ડ્રિઆનીએ પણ ભૂમિકાઓ ભજવી છે.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer