પરિણીતી કરી રહી છે અંગ્રેજી ફિલ્મની હિન્દી રિમેકનું શૂટિંગ

પરિણીતી કરી રહી છે અંગ્રેજી ફિલ્મની હિન્દી રિમેકનું શૂટિંગ
તાજેતરમાં રજૂ થયેલી અભિનેત્રી પરિણીતી ચોપરાની ફિલ્મ જબરિયાં જોડી બોક્સ ઓફિસ પર ફલોપ ગઇ પરંતુ અભિનેત્રીને સારી સારી ફિલ્મો મળી રહી છે. હાલમાં તે ઇંગ્લીશ ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેનની હિન્દી રિમેકનું લંડનમાં શૂટિંગ કરી રહી છે.આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકા ભજવી રહી છે અને તેના દિગ્દર્શક રિભુ દાસગુપ્તા છે. રિભુએ કહ્યું કે, પરિણીતી ફિલ્મમાં શર્બી મહિલાનું પાત્ર ભજવે છે જેમાં માનસિક રીતે ઘણા ઉતારચડાવ છે. આથી તેણે મુંબઇમાં પાત્રની તૈયારી કરી હતી. છતાં શૂટિંગ શરૂ થાય ત્યારે જ તેની ભૂમિકાની અસર વર્તાય છે અને તે અનુરૂપ તેનું વર્તન થાય છે. મને જે પ્રકારના અભિનયની અપેક્ષા હતી તે પરિણીતી આપી રહી છે. 
ધ ગર્લ ઇન ધ ટ્રેનની વાર્તા એક ડિવોર્સી મહિલાની છે જે તેના જૂના ઘરથી થોડા અંતરે રહેતી હોય છે. આ મહિલા ઓફિસ જવા નીકળે ત્યારે તેને પતિના ઘર પાસે થઈ પસાર થવું પડે છે અને ત્યાં તેને પતિ સાથે તેની નવી પત્ની અને સંતાન જોવા મળે છે. થોડા દિવસ બાદ તેને પતિના ઘરમાં ડોકિયાં કરવાની આદત પડી જાય છે. એક દિવસ તે એવું કંઇક જુએ છે ને ડરી જાય છે અને બીજે દિવસે તેને જાણ થાય છે કે પતિની નવી પત્ની ગુમ થઇ ગઇ છે. આ થ્રીલર વાર્તામાં હોરર તત્ત્વ પણ છે. પરિણીતીની સાથે અદિતી રાવ હૈદરી અને ક્રીતિ કુલ્હારી પણ છે. અભિનેત્રી રોજના 16 કલાક શૂટિંગ કરે છે અને તેમાં ડરવાના અને પડવાના અને વાગવાનાં તમામ દૃશ્યો સામેલ થાય છે. નોંધનીય છે કે ફિલ્મનું શૂટિંગ રિયલ લોકેશન પર જ થઇ રહ્યું છે. 

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer