વિવાદને લીધે મેરિ કોમ પુરસ્કાર સમિતિમાંથી હટી

વિવાદને લીધે મેરિ કોમ પુરસ્કાર સમિતિમાંથી હટી
દ્રોણાચાર્ય પુરસ્કાર સમિતિની બેઠકમાં ભાગ ન લીધો : તેના કોચ આ એવોર્ડની રેસમાં
નવી દિલ્હી, તા.21: છ વખતની વર્લ્ડ ચેમ્પિયન મુક્કેબાજ મેરિ કોમે દ્રોણાચાર્ય પુરસ્કાર પસંદગી સમિતિમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. મેરિ કોમ ટ્રાયલ સંબંધી વિવાદથી પણ ઘણી નારાજ છે. મેરિ કોમે દ્રોણાચાર્ય પુરસ્કાર સમિતિની શનિવારે યોજાયેલી બેઠકમાં ભાગ લીધો ન હતો. તેના કોચ છોટાલાલ યાદવ આ પુરસ્કારની દોડમાં હતો. જેથી વિવાદ થયો હતો. મેરિ કોમ આ સમિતિમાં હોવાથી ટીકા થઇ રહી હતી. બોક્સિંગ ફેડરેશને મેરિ કોમની ભલામણથી છોટાલાલ યાદવના નામની દ્રોણાચાર્ય એવોર્ડ માટે નોમિનેટ કર્યું હતું. 
મેરિકોમે આજે આ મામલે કહ્યું કે જો હું સમિતિ રહીશ તો સમસ્યા વધશે. જેની મારા પર અસર થશે. હું વિવાદમાં વારંવાર આવું છું. જેમાંથી બહાર આવી ચૂકી છું. હવે નવી પરેશાની લેવી નથી. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેરિ કોમ ટ્રાયલ્સ વિના પસંદ થઇ હતી. આ વિવાદ પર મેરિ કોમે જણાવ્યું કે એ મારા હાથમાં નથી. ફેડરેશનને ખબર છે કે કોણ વધુ સારું છે. જે સારું પ્રદર્શન કરે છે તેને જે-તે ટૂર્નામેન્ટમાં સીધો પ્રવેશ મળે જ છે. અન્ય રમતોમાં જુઓ. જેમ કે બેડમિન્ટન.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer