અનિલ કુંબલેને મુખ્ય પસંદગીકાર બનાવો: સેહવાગ

અનિલ કુંબલેને મુખ્ય પસંદગીકાર બનાવો: સેહવાગ
નવી દિલ્હી, તા.21: ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે અનિલ કુંબલેને મુખ્ય પસંદગીકાર બનાવવાનું સૂચન કર્યું છે. સેહવાગે કહયું છે કે પૂર્વ સુકાનીની ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારવાની ખૂબી તેને મુખ્ય પસંદગીકારનો પ્રબળ દાવેદાર બનાવે છે. આ સેહવાગે આ કામ માટે પૈસા વધારવાની પણ વાત કરી છે. હંમેશા ખુલીને વાત કરતા સેહવાગે કહ્યંy છે કે બીસીસીઆઇએ પસંદગી સમિતિનો પગાર વધારવો જોઇએ. હાલની એમએસકે પ્રસાદના વડપણ હેઠળની પસંદગી સમિતિ પર બિનઅનુભવી હોવાનો આરોપ સતત થતો રહે છે. આ પૂરી સમિતિ પાસે કુલ મળીને 13 ટેસ્ટ મેચનો અનુભવ છે. સેહવાગે કહયું કે મારું માનવું છે કે અનિલ કુંબલે મુખ્ય પસંદગીકાર તરીકે સૌથી યોગ્ય ઉમેદવાર છે. તે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ સાથે ટીમમાં લાંબા સમય સુધી રહયો છે. કોચ તરીકે રહેતા તેણે યુવા ખેલાડીઓ સાથે સંવાદની શરૂઆત કરી હતી. તે જ્યારે સુકાની હતા ત્યારે ખેલાડીને ભરોસો આપતા. તે કુંબલેની ખૂબી છે.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer