ઇંગ્લેન્ડનો ઇરાદો એશિઝ સીરિઝ 1-1થી બરાબર કરવી

ઇંગ્લેન્ડનો ઇરાદો એશિઝ સીરિઝ 1-1થી બરાબર કરવી
સ્મિથની અનુપસ્થિતિનો ફાયદો ઇંગ્લેન્ડને મળશે ? આજથી ઓસ્ટ્રેલિયા વિ. ત્રીજી ટેસ્ટ
લીડસ, તા.21: ઇન ફોર્મ કાંગારૂ બેટસમેન સ્ટીવન સ્મિથની અનુપસ્થિતિમાં ગૃહ ટીમ ઇંગ્લેન્ડ પાસે એશિઝ સિરિઝમાં 1-1ની બરાબરી કરવાનો ગોલ્ડન ચાન્સ રહેશે. જો કે ઇંગ્લેન્ડની ટીમ ખુદ બેટિંગની સમસ્યામાંથી પસાર થઇ રહી છે. એશિઝ શ્રેણીમાં 126 રનની એવરેજથી રન કરનાર સ્ટીવન સ્મિથ ત્રીજા ટેસ્ટની બહાર થઇ ગયો છે. તેને ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરનો બાઉન્સર ગરદન પર લાગ્યો હતો. સ્મિથની ગેરહાજરીથી ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઇન અપ નબળી પડી છે. કારણ કે પહેલા બે ટેસ્ટમાં સ્મિથના સિવાયના તમામ કાંગારૂ બેટધરો ઇંગ્લેન્ડની પેસબેટરી સામે સંઘર્ષમાં જોવા મળ્યા છે. પાંચ મેચની એશિઝ શ્રેણીમાં હાલ ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ છે. હેડિંગ્લેના મેદાન પર રમાનાર ત્રીજો ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3-00 વાગ્યાથી શરૂ થશે.
ત્રીજા ટેસ્ટની પૂર્વ સંધ્યા પર કાંગારૂ કોચ જસ્ટિન લેંગરે કહ્યું છે કે તેની ટીમ 18 વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં એશિઝ જીતનારી પહેલી ટીમ બનવાના લક્ષ્યથી ડગવાની નથી. અમે અહીં ફકત જીતવા આવ્યા છીએ. ઇજા કરીને મુકાબલા જીતી શકાય નહીં. કોચ લેંગરે બાઉન્સરના જંગનો ઇન્કાર કર્યોં હતો. તેણે કહ્યું કે તેના બોલરો બાઉન્સર ફેંકવા જાણે છે. જો વિકેટ લેવામાં મદદ મળશે તો બાઉન્સરનો ઉપયોગ કરશું. ઇંગ્લેન્ડની ટીમમાં અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનની વાપસી થઇ છે. આથી ઓસિ. બેટધરોની વધુ કસોટી થશે. વોર્નર અને બેનક્રોફટ વાપસી બાદ હજુ સફળ રહ્યા નથી. ઇંગ્લેન્ડનો સુકાની જો રૂટ અને બીજા ટોચના બેટધરો પણ નિષ્ફળ રહ્યા હતા. ત્રીજા ટેસ્ટમાં પણ બન્ને ટીમના બોલરો હુકમના એક્કા બની રહેશે.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer