સોનામાં હોલમાર્કિંગ ફરજિયાત થશે : સપ્તાહમાં ડબ્લ્યુટીઓમાં રજૂઆત

સોનામાં હોલમાર્કિંગ ફરજિયાત થશે : સપ્તાહમાં ડબ્લ્યુટીઓમાં રજૂઆત
કોલકાતા, તા. 21 : સોનાના ઝવેરાતમાં હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટેની યોજનાને કેન્દ્ર સરકારે ફરી જોર આપ્યું છે અને એક અઠવાડિયામાં વર્લ્ડ હૅલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યૂટીઓ)માં તેના ધોરણોની સત્તાવાર જાણ કરવાની વિચારણા પણ કરી રહી છે, એમ એક ટોચના સરકારી અધિકારીએ કહ્યું હતું. 
બ્યુરો અૉફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઈએસ)ના ડિરેક્ટર જનરલ સુરિના રાજને જ્વેલરી વેપારીઓને ખાતરી આપી કે, આ પ્રક્રિયા દરેક હિસ્સાધારકો સાથે વાતચીત કર્યા પછી જ થશે. સરકાર દેશમાં સોનામાં હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે પગલાં લેવા માગે છે. અઠવાડિયામાં ડબ્લ્યૂટીઓમાં આ બાબતેના નોટિફિકેશન રજૂ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. 
ભારત ડબ્લ્યૂટીઓનું સભ્ય હોવાથી કોઈ પણ નવો ફરજિયાત નિયમ ડબ્લ્યૂટીઓમાં સત્તાવાર રીતે નોંધાવવો પડે છે. ઇન્ડિયન ચેમ્બર અૉફ કૉમર્સ દ્વારા આયોજિત હોલમાર્કિંગ દ્વારા સ્ટાન્ડર્ડ અને ગુણવત્તા ખાતરીના જાગૃતિ કાર્યક્રમમાં રાજને કહ્યું કે, હોલમાર્કિંગને ફરજિયાત કરવું જરૂરી છે. અમે આઈઆઈટી-મુંબઈ સાથે મળીને ગોલ્ડ હોલમાર્કિંગને ડિજિટાઈઝ કરવા માટે કામ કરી રહ્યા છે, આ સિસ્ટમ તૈયાર કરવામાં એક વર્ષ જેટલો સમય લાગશે. 
સરકારની આ પહેલથી દરેક હોલમાર્કિંગ સેન્ટર બીઆઈએસના નિયંત્રણ હેઠળ આવશે. દેશમાં હાલ 800 જેટલા હોલમાર્કિંગ સેન્ટર છે અને ફક્ત 40 ટકા ઝવેરાત હોલમાર્કિંગ ધરાવે છે.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer