મરીન ડ્રાઈવ-ગિરગાવ ચોપાટી પર હવે દોડશે ઈલેક્ટ્રિકલ વિક્ટોરિયા

મુંબઈ, તા. 21 : મરીન ડ્રાઈવ અને ગેટ વે અૉફ ઈન્ડિયાના પરિસરમાં દેશવિદેશથી આવતા પર્યટકોનું મુખ્ય આકર્ષણ વિક્ટોરિયા (ઘોડાગાડી) પર પ્રતિબંધ બાદ મુંબઈનું આકર્ષણ કાયમ રાખવા માટે અહીંના પ્રમુખ પર્યટન સ્થળોએ ઈલેક્ટ્રિક વિક્ટોરિયા દોડશે. બૅટરી પર દોડતી વિક્ટોરિયા હવે મુંબઈની શાન વધારશે. 
મુંબઈમાં બ્રિટિશોના સમયથી વિક્ટોરિયા દોડે છે. ગેટ વે અૉફ ઈન્ડિયા, મરીન ડ્રાઈવ, નરીમન પોઈન્ટ અને ગિરગામ ચોપાટી પર પર્યટકોને આકર્ષવા માટે વિક્ટોરિયા દોડતી હતી. પણ આ વિક્ટોરિયાના વિરોધમાં પ્રાણીપ્રેમી સંગઠનોએ કોર્ટમાં કેસ કર્યા બાદ ચાર વર્ષ પછી વિક્ટોરિયા પર બંધી લાદવામાં આવી હતી. દરમ્યાન વિક્ટોરિયા ચાલકોના પુર્નવસન માટે નાણા પ્રધાન સુધીર મુનગંટીવારની અધ્યક્ષતામાં સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. 
વિક્ટોરિયા ચાલકોના પુર્નવસન માટે એક ટ્રાન્સપોર્ટ કંપનીએ ઈલેક્ટ્રિક વિક્ટોરિયાનો પ્રસ્તાવ મુક્યો હતો. મુંબઈમાં જે સ્થળોએ વિક્ટોરિયા દોડે છે તે સ્થળે જ બેટરી પર દોડતી વિક્ટોરિયાની યોજના છે. આ વિક્ટોરિયામાં છ પર્યટકો બેસી શકશે અને ચાલક દ્વારા ચલાવવામાં આવશે.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer