ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ માટેના ધોરણો હળવા કરાયા

મુંબઈ, તા. 21 : બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ બુધવારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ) માટે કેવાયસીના ધોરણો સરળ કર્યા અને તેમને બજાર બહારના સોદા કરવાની મંજૂરી આપી હતી. 
સેબી બોર્ડની આજે મળેલી બેઠકમાં આ દરખાસ્ત મંજૂર થઈ હતી. એફપીઆઈ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવાના ભાગરૂપે આજે બેઠક મળી હતી. 
તે સાથે એફપીઆઈનું વર્ગીકરણ ત્રણને બદલે બે શ્રેણીમાં કરવાનો નિર્ણય પણ એફપીઆઈ માટે ઘડવામાં આવેલી નવી રૂપરેખા હેઠળ લેવામાં આવ્યો હતો. આરબીઆઈના ભૂતપૂર્વ ડેપ્યુટી ગર્વનર એચ આર ખાનના વડપણ હેઠળની કમિટિએ કરેલી દરખાસ્તોના આધારે એફપીઆઈના ધોરણોમાં સેબીએ બુધવારે સુધારા કર્યા હતા. 
સેબીએ ઓફશોર ડેરિવેટિવ્ઝ ઈન્સ્ટ્રુમેન્ટ્સ (ઓડીઆઈ)ના ઈસ્યૂઅન્સ અને સબક્રિપ્શન માટેની જરૂરિયાતને પણ વ્યવહારૂ બનાવી હતી. આ સાથે વિવિધ દેશોની સેન્ટ્રલ બૅન્કો પણ એફપીઆઈનું રજીસ્ટ્રેશન કરી શકશે.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer