હિન્દુની દેશમાં બહુમતી છે એટલે હિન્દુઓ પ્રમાણે જ દેશ ચાલશે

ચંદ્રકાંત પાટીલનું વિવાદાસ્પદ બયાન
પુણે, તા. 21 : રાજ્યના મહેસૂલપ્રધાન અને ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનાં વિધાનો અનેક વાર વિવાદાસ્પદ હોય છે. પુણેમાં એક કાર્યક્રમમાં બોલતાં તેમણે કરેલા નિવેદને વિવાદના વમળો  ઊભાં કર્યાં છે. તેમણે કહ્યું છે કે દેશમાં હિન્દુઓની બહુમતી છે અને તેના મન પ્રમાણે દેશ ચાલશે. વિરોધ પક્ષોએ કહ્યું હતું કે ભારતનું બંધારણ કહે છે કે આપણો દેશ ધર્મનિરપેક્ષ છે અને દેશ બંધારણ પ્રમાણે ચાલે છે. ભારતમાં બધા ધર્મને સમાન અધિકાર છે તો રાજ્યના પ્રધાન આવાં વિધાનો કેવી રીતે કરી શકે?
ચંદ્રકાંત પાટીલ પુણેના શ્રીમંત દગડુ શેઠ હલવાઈ સાર્વજનિક ગણપતિ ટ્રસ્ટ આયોજિત ઇનામ વિતરણ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
ગણેશોત્સવ વખતે પોલીસ અને પ્રશાસન તરફથી અનેક અંકુશો મૂકવામાં આવે છે અનેક લોકો એ અંગે ફરિયાદો કરે છે. જોકે તમને ત્રાસ આપવા પ્રશાસન અંકુશો મૂકતા નથી. અધિકારી પણ હિન્દુ હોય છે. તેનો પણ ઉત્સવ છે. તે પણ પત્ની-છોકરાને લઈને ઉત્સવ નિહાળવા આવે છે. આથી ગણેશ મંડળની માગણીઓ અંગે પ્રશાસન સાથે વાતચીત કરીને માર્ગ કાઢીશ. પ્રશાસન તમારા વિરોધી છે એ વાત મનમાંથી કાઢી નાખો. ઉત્સવના વેપારીકરણ અંગે અદાલતમાં અરજીઓ કરાય છે અને કોર્ટના ચુકાદાને લીધે અંકુશો મુકાય છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પ્રશાસને ઉપાયો કરવા પડે છે. આથી પણ ઉત્સવ મંડળને ત્રાસ થાય છે.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer