મુંબઈ જળબંબાકાર થવાનો ભય

29, 30, 31 અૉગસ્ટે ભરતી
મુંબઈ, તા. 21 : મુંબઈમાં મેઘરાજાએ હાલ રજા લીધી છે, પરંતુ અૉગસ્ટના છેલ્લા અઠવાડિયામાં મોન્સૂન ફરી સક્રિય થશે તો 29, 30 અને 31 અૉગસ્ટે મુંબઈ જળબંબાકાર બનવાની શંકા છે, કેમ કે ત્રણે દિવસે સવારે 11થી 12.30માં સમુદ્રમાં મોટી ભરતી આવશે, જેમાં 4.90 મીટર જેટલા ઊંચા મોજાં ઊછળશે. ભરતી વખતે વરસાદ આવ્યો તો સર્વત્ર પાણી ભરાવાની સમસ્યા સર્જાશે. જોકે, હવામાન વિભાગે હજી સુધી કોઈ અંદાજ દર્શાવ્યો નથી તેથી મુંબઈગરા થોડા નિશ્ચિંત છે.
દરમિયાન 23 અૉગસ્ટે બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણનું ક્ષેત્ર નિર્માણ થવાની શક્યતા હોઈ 22થી 24 અૉગસ્ટ છત્તીસગઢ, વિદર્ભ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં 100 કિ.મી. સુધીનો વરસાદ પડવાની શક્યતા છે. કોંકણ અને કેરળ કિનારે પણ મુશળધાર વરસાદની શક્યતા છે.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer