ખંભાલા હિલ હૉસ્પિટલ ફરી શરૂ થશે

મુંબઈ, તા. 21 : લગભગ બે વર્ષથી બંધ જેવી સ્થિતિમાં પડેલી ખંભાલા હિલ હૉસ્પિટલ અૉગસ્ટના અંત સુધીમાં ફરી શરૂ થશે અને તેની સાથે 25 કરતાં વધુ વર્ષથી સંકળાયેલા તેના 60 જેટલા વયસ્ક સ્ટાફ સભ્યોને ફરી નોકરીએ રાખવામાં આવશે.
કેમ્પસ કૉર્નર પાસે આવેલી આ 60 બેડની હૉસ્પિટલને એશિયન કૅન્સર ઇન્સ્ટિટયૂટે હસ્તગત કરી હોઈ તે આગામી 35 વર્ષ તેને ચલાવશે. મૅનેજમેન્ટે નર્સ, ઍક્સ-રે ટેક્નિશિયન, વૉર્ડ બૉય સહિતના 60 જેટલા જૂના સ્ટાફને રાખવાનો નિર્ણય લીધો છે.
હૉસ્પિટલની બિલ્ડિંગનું અંદાજે રૂા. 12 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવશે. હૉસ્પિટલ 22000 ચો. ફૂટમાં પથરાયેલ હોઈ 1944માં અહીં રાજીવ ગાંધીનો જન્મ થયો હતો. વેતન નહીં ચૂકવવાને કારણે 2017માં હૉસ્પિટલના ડૉક્ટરો તેમ જ હેલ્થકેર સ્ટાફ સાગમટે નોકરી છોડી ગયા હતા.
નવેસરથી શરૂ કરાનારી આ હૉસ્પિટલના ટોચના ઓન્કોલૉજિસ્ટ ડૉ. રમાકાંત દેશપાંડે પણ ફરી જોડાશે,  જેઓ ખંભાલા હિલ હૉસ્પિટલ બંધ પડી તે પહેલાં ત્યાં  કન્સલટન્ટ હતા.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer