પાલિકાનો સોશિયલ મીડિયા ચલાવવા માટે છ કરોડ રૂપિયાનો કૉન્ટ્રેક્ટ આપવાનો વિરોધ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 :  મુંબઈ મહાપાલિકા અને 24 વિભાગ કાર્યાલય સંબંધીત મળતી ફરિયાદ હાથ ધરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. પાલિકા 24 બાય સાત મોબાઈલ એપ, મુખ્ય ટ્વીટ2 ખાતું, દરેક વિભાગ માટે 24 ટ્વીટર ખાતું શરૂ કરવામાં આવ્યું છે. આ બધા સંભાળવા માટે પાલિકાએ મહાઆઈટી દ્વારા માનવબળની સેવા લેવાનું ઠરાવામાં આવ્યું છે. આ માટે પાલિકા છ કરોડ  રૂપિયાનો ખર્ચ કરવાની છે. આજે પાલિકામાં આ પ્રસ્તાવ આવ્યો ત્યારે વિરોધ પક્ષના નેતા રવિ રાજાએ આનો વિરોધ કર્યો હતો. 
નાગિરકોને વિવિધ નાગરી સેવા-સુવિધા દેવા પાલિકાએ અૉનલાઇન ફરિયાદ કરવાની યંત્રણા વિકસાવી છે. 
 નાગરિકોને વિવિધ નાગરી સેવા અંગે ફરિયાદ નોંધાવવા 1926નો ખાસ ફોન નંબર અથવા એમસીજીએમ 24 બાય 7 એપ તથા ટ્વીટર હેન્ડલ શરૂ કરાયું છે. માઝી મુંબઈ નામનું ટ્વીટર એકાઉન્ટ પણ શરૂ કરાયું છે. આ ખાતામાં મુંબઈગરા રોડ પરના ખાડાની ફરિયાદ, કચરો ઊંચકાયો નથી. કાટમાળ પડયો છે, અનિધકૃત હોર્ડિંગ લગાડાયા છે, એવી ફરિયાદો કરી શકે છે. આ બધા માધ્યમો એક જ બેનર હેઠળ લાવવાની દરખાસ્ત છે. આ માટે એક કેન્દ્રીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઊભું કરાયું છે. રાજ્ય સરકારના મહારાષ્ટ્ર માહિતી તંત્રજ્ઞાન મહામંડળે 35 જણનું મનુષ્યબળ નિર્માણ કર્યું છે. આની પાછળ પાલિકા ત્રણ વર્ષ માટે છ કરોડ રૂપિયા ખર્ચ કરવા માગે છે. જોકે આજે પ્રસ્તાવ સ્થાયી સમિતિમાં આવ્યો ત્યારે વિરોધ પક્ષના સભ્યોએ એનો વિરોધ કરીને એમાં વિસંગતી બતાડી હતી. 

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer