ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રાહતસામગ્રી લઈ જતું ચોપર તૂટી પડતા પાઈલટ સહિત 3નાં મૃત્યુ

દહેરાદૂન, તા.21: ઉત્તરાખંડના ઉત્તરકાશી ખાતે બચાવ કામગીરીમાં સંકળાયેલ હેલિકોપ્ટર તૂટી પડવાની દુર્ઘટના બનતાં તેમાંના પાઈલટ રાજપાલ, સહપાઈલટ કપ્તાલ લાલ અને સ્થાનિક નિવાસી રમેશ સાવરનાં મૃત્યુ થયા હતા. હેલિકોપ્ટર પૂરગ્રસ્ત પ્રદેશના લોકો માટેની રાહતસામગ્રી લઈ જઈ રહ્યું હતું. ઉત્તરકાશી પાસેના મોલડી ગામે - અરાકોટથી છ કિમીના અંતરે - આ દુર્ઘટના બની હતી. સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે મૃતકોના પરિવારને રૂ. 1પ લાખના વળતર આપવા જાહેરાત કરી છે.
બનાવ નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે ચોપર વાયરમાં અટવાઈ ગયા બાદ તૂટી પડયું હતું. મૂશળધાર વરસાદ અને તેને પગલે આવેલા પૂરના વાંકે ભૂમિમાર્ગે એ વિસ્તારમાં પહોંચવું દુષ્કર થયું હોઈ લોકો ટ્રેકિંગ કરી તે વિસ્તારમાં પહોંચવું પડે છે.
દુર્ઘટનાને પગલે ગ્રામજનોએ આ વિસ્તારના મોટરવેની વહેલી તકે મરામત કરવાની અને સામગ્રીનું પરિવહન તે વાટે કરવા માગણી કરી 

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer