ચિદમ્બરમ પરિવાર ઉપર ઝાકિર નાઈકને મદદ કરવાનો આરોપ

ચિદમ્બરમ પરિવાર ઉપર ઝાકિર નાઈકને મદદ કરવાનો આરોપ
નવી દિલ્હી, તા. 21 :  એક તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ ધરપકડથી બચવા માટે ગાયબ થયા છે તો બીજી તરફ મુંબઈમાં એક પોન્ઝી સ્કેમ પીડિતોએ પણ ચિદમ્બરમ પરિવાર ઉપર ગંભીર આરોપ મુક્યા છે. મુંબઈના ફાયનાન્શિયલ ફ્રોડ વિક્ટિમ એસોસિએશને મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખુલાસો કર્યો હતો કે પી ચિદમ્બરમ નાણામંત્રી હતા ત્યારે તેમના પત્ની  નલિની ચિદમ્બરમ એક પોન્ઝી કંપની ક્યૂનેટનું સમર્થન અને પ્રચાર કરી રહ્યા હતા. પીડિતોનો આરોપ છે કે આ કંપનીઓ દેશના રૂપિયા એકત્રિત કરીને જાકિર નાઈકની સંસ્થાને ભંડોળ પુરૂ પાડતી હતી.  આરોપ છે કે 20 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનારી કંપનીને લઈને તપાસ એજન્સી એસએફઆઈઓના રિપોર્ટને દબાવી દેવામાં આવ્યો હતો અને કાર્યવાહી થઈ નહોતી. કારણ કે યુપીએ સરકારના મંત્રીઓ અને તેમના સંબંધીઓને કંપની સાથે સીધો સંબંધ હતો.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer