હોલમાર્કિંગ સ્કીમમાં માત્ર 10 ટકા જ્વેલર્સોનું રજિસ્ટ્રેશન

કોલકાતા, તા. 22 : દેશના 3 લાખ જ્વેલર્સમાંથી માત્ર 10 ટકાએ જ બ્યૂરો અૉફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ)ની હોલમાર્કિંગ સ્કીમ હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જોતા ભારતીય ગ્રાહક હજુ હોલમાર્ક જ્વેલરી ખરીદી નહીં શકે.
ઇન્ડિયન એસોસિયેશન અૉફ હોલમાર્કિંગ સેન્ટરના પ્રેસિડન્ટ હર્ષદ અજમેરાના જણાવ્યા મુજબ હોલમાર્કિંગ લાઈસન્સ નહીં લેનારા 2.7 લાખ જ્વેલર્સ દેશના સોનાના આભૂષણોના કુલ ઉત્પાદનમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. 2018-'19માં 450-500 ટન સોનાના ઘરેણાંનું હોલમાર્કિંગ થયું હતું. જોકે, ચાલુ નાણાકીય વર્ષમાં હોલમાર્કનું ટર્નઓવર ઓછું રહેશે, કારણ કે સોના પરની આયાત જકાતમાં વૃદ્ધિને કારણે વેચાણમાં ઘટાડો રહ્યો છે. ઊંચા ભાવના કારણે એપ્રિલથી સોનાની માગમાં 10 ટકા ઘટાડો થયો છે.
કેન્દ્ર સરકાર ફરી સોનાના ઘરેણાં માટે હોલમાર્કિંગ ફરજિયાત બનાવવા ધારે છે. ઉપરાંત તે એકાદ સપ્તાહમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુટીઓ)માં નિયમને નોટિફાય કરવાની યોજના ધરાવે છે. આમ તો ઘણાં લાઈસન્સ વગરના હોલમાર્કિંગ સેન્ટર્સ છે, જે યોગ્ય પ્રણાલી સાથે કામ કરતા નથી. એટલે તેના ગુણવત્તાની ખાતરી સાચી પુરવાર થતી નથી. હોલમાર્કવાળા સોનાની શુદ્ધતામાં સમાનતા જાળવવા યોગ્ય પગલાં જરૂરી છે. બીઆઈએસએ આઈઆઈટી બૉમ્બે સાથે ભાગીદારી કરી છે અને મેમોરેન્ડમ અૉફ અંડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા છે.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer