તહેવારોના આગમન પૂર્વે બદામ-પિસ્તાના ભાવમાં વધારો

તહેવારોના આગમન પૂર્વે  બદામ-પિસ્તાના ભાવમાં વધારો
નવી મુંબઈ, તા. 22 : ગણેશોત્સવના આગમન પૂર્વે વાશીની એપીએમસી માર્કેટમાં સુકા મેવાની આવક વધવા લાગી છે, જે દરરોજ 100થી 150 ટન જેટલી છે. જોકે, બદામ, પિસ્તાના ભાવમાં વધારો થયો છે.
વરસાદને લીધે માર્કેટમાં સુકા મેવાની આવક ઘટી ગઈ હતી તેમ જ માગ પણ ઓછી હતી, પણ ગણેશોત્સવ નજીક આવતા તેમાં વધારો થયો છે. ગણેશોત્સવથી દિવાળીના ગાળામાં સુકા મેવાનું વેચાણ વધુ હોય છે.
હોલસેલ માર્કેટમાં અંજીરના ભાવ પ્રતિ કિલો રૂા. 1000થી 1800, કાજુ રૂા. 700થી 1100, અખરોટ રૂા. 600થી 800ના ભાવે વેચાતા હોઈ હાલ ત્રણેના ભાવ સ્થિર છે.
બદામના દર અૉગસ્ટથી વધવા લાગ્યા છે, જે જુલાઈમાં કિલોના રૂા. 580થી 900 હતા અને હવે વધી રૂા. 630થી 950 થઈ ગયા છે. ખારેક કિલોના રૂા. 130થી 300 હતા જે વધી રૂા. 180થી 360 અને પિસ્તાના ભાવ રૂા. 1500-1900થી હવે વધી રૂા. 1600થી 2200 જેવા થઈ ગયા છે. માર્કેટમાં ઈરાન, ઈરાક, અમેરિકાથી મોટા ભાગનો સુકો મેવો આવે છે.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer