વ્યવસાય અને પરિવાર વચ્ચે સંતુલન સાધતો સંજય દત્ત

વ્યવસાય અને પરિવાર વચ્ચે સંતુલન સાધતો સંજય દત્ત
જેલમાંથી પરત આવ્યા બાદ કારકિર્દીની બીજી ઇનિંગ શરૂ કરનારા સંજય દત્ત પાસે હાલમાં મોટા બેનરની પાંચ ફિલ્મો છે. જોકે, તાજેતરમાં રજૂ થયેલી તેની બે ફિલ્મો કલંક અને સાહિબ બીવી ઓર ગૅંગસ્ટર -3 બોક્સ અૉફિસ પર ફલોપ ગઇ છે. અત્યારે તેની પાસે પાનીપત,. કેજીએફ -ટુ, સડક -ટુ, તોરબાઝ અને પ્રસ્થાનમ એમ પાંચ ફિલ્મો છે અને બધીમાં તે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કેજીએફ-ટુમાં સંજય ખલનાયક અધીરા બન્યો છે તો આશુતોષ ગોવારીકરની પાનીપતમાં અફઘાન રાજા અહમદ શાહ દુરાની બન્યો છે. આ ફિલ્મમાં પાનીપતની ત્રીજી લડાઇ જોવા મળશે. સંજય સર્જનાત્મક રીતે આ પાંચે ફિલ્મ સાથે સંકળાયેલો છે. તે સાથે તે દીકરા શહરાન અને દીકરી ઇકરાના ઉછેરમાં પણ પૂર્ણપણે ધ્યાન આપે છે. વ્યવસાય અને પારીવારિક જીવન વચ્ચે સતત સંતુલન સાધે છે અને બંનેમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કરવા તત્પર હોય છે.

Published on: Sat, 24 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer