રહાણે અને જાડેજાની મદદથી ભારતે કર્યા 297 રન

રહાણે અને જાડેજાની મદદથી ભારતે કર્યા 297 રન
નોર્થસાઉન્ડ (એન્ટીગ્વા), તા. 23 : અજિંક્યા રહાણે (81) અને રવીન્દ્ર જાડેજા (58)ની અર્ધસદીઓની મદદથી વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં ટીમ ઇન્ડિયાએ 297 રન કર્યા હતા.
કેરેબિયન ટીમે ટોસ જીતીને  ફિલ્ડીંગ પસંદ કરતાં મેદાન પર ઉતરેલી  ભારતીય ટીમ વતી રહાણેએ 10 ચોગ્ગા સાથે 81 રન કર્યા હતા, તો જાડેજાએ છ ચોગ્ગા, 1 છગ્ગા સાથે 58 રન કર્યા હતા.
પહેલી ટેસ્ટના બીજા દિવસે રવીન્દ્ર અને ઇશાંત શર્માની  આઠમી વિકેટ માટે 60 રનની ભાગીદારી થકી ટીમ ઇન્ડિયા 300 નજીકના સ્કોર સુધી પહોંચી શકી હતી.
આજના દિવસની બીજી ઓવરમાં રિષભ પંત (24)ની વિકેટ ખોયા પછી શર્મા, જાડેજાની જોડી શેન્નોન ગેબ્રિયલ અને કેમાર રોચના બોલિંગ આક્રમણ સામે ટકી હતી.
પ્રવાસ ભારતીય ટીમે રમતના પ્રથમ સત્રમાં 297 રને ઓલઆઉટ થવા પહેલા બીજા દિવસે 91 રન ઉમેર્યા હતા.

Published on: Sat, 24 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer