એમેઝોને કિશોર બિયાણીની ફ્યુચર કૂપન્સમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો

એમેઝોને કિશોર બિયાણીની ફ્યુચર કૂપન્સમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો
બેંગલુરુ, તા. 23 : વર્ષો સુધી વાટાઘાટો કર્યા બાદ વૈશ્વિક ઈ-કોમર્સ અને ટેકનૉલૉજી અગ્રણી એમેઝોન.કોમે કિશોર બિયાણીની ફ્યુચર રિટેલની પ્રમોટર ફ્યુચર કૂપન્સમાં 49 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. સૂત્રોનું કહેવું છે કે, સોદાનું મૂલ્ય રૂા. 1500 કરોડથી રૂા. 2000 કરોડની વચ્ચે થાય છે. 
આ ટ્રાન્ઝેક્શનથી એમેઝોન ફ્યુચર ગ્રુપમાં 3.6 ટકા હિસ્સો ધરાવશે. ફ્યુચર રિટેલે બીએસઈને જણાવ્યું કે, એમેઝોન.કોમ એનવી ઈનવેસ્ટમેન્ટ હૉલ્ડિંગ્સ એલએલસી (એમેઝોન) સાથે ફ્યુચર કૂપન્સ લિમિટેડ (પ્રમોટર)ના શૅર સબક્રિપ્શન એગ્રિમેન્ટ અને શૅરહોલ્ડર્સ એગ્રિમેન્ટ કર્યાં છે. આ એગ્રિમેન્ટ હેઠળ ફ્યુચર કૂપન્સમાં વોટિંગ અને નૉન-વોટિંગ શૅર્સના માધ્યમે 49 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે એમેઝોન સંમત થઈ છે. ફ્યુચર ગ્રુપ કોર્પોરેટ્સ અને સંસ્થાકીય ગ્રાહકો માટે મૂલ્ય-વર્ધિત પેમેન્ટ પ્રોડકટ્સ અને સોલ્યુશન્સ જેવા કે કોર્પોરેટ્સ ગિફ્ટ કાર્ડ્સ, લોયલ્ટી કાર્ડ્સ અને રિવોર્ડ કાર્ડ્સ બનાવે છે. એમેઝોનના આ રોકાણથી ભારતમાં તેમનો પોર્ટફૉલિયો વધશે, એમ એમેઝોનના પ્રવક્તાએ કહ્યું હતું. 
ફ્યુચર રિટેલે કહ્યું કે, એમેઝોનનું રોકાણ મુખ્યત્વે ડિજિટલ પેમેન્ટ્સમાં છે. ભારતીય ગ્રાહકોને નવિનતા અને શ્રેષ્ઠ શોપિંગનો અનુભવ કરાવવા માટેની પ્રતિબદ્ધતા આ રોકાણ દર્શાવે છે. આ રોકાણની અમને ડિજિટલ પેમેન્ટ્સ સોલ્યુશન્સનો ટ્રેડ સમજવાની તક મળી છે.
Published on: Sat, 24 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer