કાંદા ફરી રડાવે છે, ભાવ વધીને 40 રૂપિયા પ્રતિ કિલો

મુંબઈ, તા. 23 : કાંદા ફરી ગૃહિણીઓને રડાવી રહ્યાં છે. થોડાં સપ્તાહ પહેલાં પ્રતિ કિલો 20થી 25 રૂપિયામાં મળતા કાંદાના ભાવ વધીને હાલ 35થી 40 રૂપિયા થઈ ગયા છે. એ સાથે અન્ય શાકભાજી પણ 25થી 30 ટકા મોંઘી થઈ ગઈ હોવાથી ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે.
છ મહિના પહેલાં કાંદાના જથ્થાબંધ ભાવ 800થી 900 રૂપિયા પ્રતિ ક્વિંટલ હતા જે હાલ વધીને 2400થી 2500 રૂપિયા ઉપર પહોંચ્યા છે. પરિણામે રિટેલમાં તેના ભાવ 35થી 40 થઈ ગયા છે. મહારાષ્ટ્ર રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં થયેલી અતિવૃષ્ટિને કારણે કાંદાના પાકને નુકસાન થયું છે અને દિવાળી સુધી ભાવ ઊંચા જ રહેવાની શક્યતા દર્શાવાઈ રહી છે. ગત વર્ષે દુષ્કાળની પરિસ્થિતિને કારણે ખેડૂતો કાંદાનો પાક પૂરતા પ્રમાણમાં લઈ શક્યા નહોતા. 
છ મહિના પહેલાં કાંદાના જથ્થાબંધ ભાવ પ્રતિ ક્વિંટલ રૂા. 800થી 900 હતા. દસ દિવસ પહેલાં સરેરાશ ભાવ રૂા. 1400થી 1500 હતા, પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભાવ વધીને રૂા. 2500 ઉપર પહોંચ્યા છે.
Published on: Sat, 24 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer