લંડનમાં બાબાસાહેબ આંબેડકરના સ્મારક સામે વાંધો ઉઠાવાયો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : ઉત્તર લંડનમાં આવેલા બંધારણના ઘડવૈયા ડૉ. બી. આર. આંબેડકરના સ્મારકને બંધ કરવા માટે સ્થાનિક કાઉન્સિલે આપેલી નોટિસને પગલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની કચેરી તરફથી જણાવવામાં આવ્યું છે કે કાઉન્સિલે ઉઠાવેલા વાંધાને હલ કરવા બધાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે.
સ્થાનિક કાઉન્સિલે તાજેતરમાં જ આ સ્થાવર મિલકતને સંગ્રહાલયમાં ફેરવવાની ભારતીય સત્તાવાળાઓની અરજીને નકારી કાઢી હતી. મુખ્ય પ્રધાન કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારનો પક્ષ માંડવા માટે સિંઘાણિયા ઍન્ડ કંપની સોલિસિટર્સની નિમણૂક કરવામાં આવી છે. આ અંગેનો કેસ રજૂ કરવા માટે બનાવવામાં આવેલી સમિતિમાં સ્ટીવન ગેસઝટોવીઝ ક્યુસી અને પ્લાનિંગના નિષ્ણાત ચાર્લ્સ રોજનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કાઉન્સિલ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને હલ કરીને સ્મારકનું કામ પૂર્ણ કરવા બધા સ્તરે પ્રયત્નો કરવામાં આવશે, એમ નિવેદનમાં ઉમેરવામાં આવ્યું હતું.
Published on: Sat, 24 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer