શ્વાન પર બળાત્કાર કરનાર પકડાયો

મુંબઈ, તા. 23 : શ્વાન પર બળાત્કારની વીડિયો ક્લિપ જોઇને એક મલ્ટિનેશનલ કંપનીના એક્ઝિક્યુટિવ અને પશુપ્રેમીએ આ વિકૃત આરોપીને શોધીને પોલીસના હવાલે કર્યો હતો અને શ્વાનની યોગ્ય સારવારની કાળજી લીધી હતી.
કામોઠેમાં રહેતા વિપ્રો કંપનીના અૉપરેશન મેનેજર વિજય રંગારેએ પણ અન્ય કેટલાંય લોકોની જેમ પંદરમી અૉગસ્ટથી સોશ્યલ મીડિયામાં ફરતા શ્વાન પર લૈંગિક અત્યાચારની આ વીડિયો ક્લિપ જોઇ હતી. ટેક્નોસેવી રંગારેએ પોતાની મેળે જ આ ક્લિપ ક્યાંથી અપલોડ થઇ તેની તપાસ કરતા ખબર પડી હતી કે આ શ્વાનને અત્યાચારમાંથી બચાવનારી એક મહિલાએ પોસ્ટ કરી હતી. રંગારે ખારઘરમાં રહેતી આ મહિલાના ઘરે પહોંચ્યો હતો અને આખી ઘટના વિશે જાણકારી મેળવી હતી. 
આ મહિલાએ રંગારેને જણાવ્યું હતું કે ખારઘરમાં તેના ઘરની સામે આવેલા એક ઢાબામાં કામ કરતા માણસને 14 અૉગસ્ટના એક શ્વાન પર બળાત્કાર કરતો તેણે અને તેના કેટલાંક મિત્રોએ જોયો હતો. તેનો વીડિયો ઉતારીને સોશ્યલ મીડિયામાં મુક્યો હતો જેથી આવા વિકૃત માણસથી લોકો સાવચેત રહે.
રંગારે અને તેના પશુપ્રેમી મિત્ર નવિન નાડરે વીડિયો ક્લીપમાં દેખાતા માણસની શોધ આદરી હતી. આખરે તેમની શોધ પૂરી થઇ હતી અને વીડિયો ક્લિપમાં દેખાતો શખસ ખારઘરના સેક્ટર નંબર ચારમાં રહેતો 22 વર્ષનો મુન્ના કુમાર આ વિસ્તારના જ એક ઢાબામાં કામ કરતો હોવાની ખબર પડી હતી. પહેલાં તો આ બંને મિત્રો પોલીસ પાસે ગયા હતા, પરંતુ પોલીસને આવા કેસમાં શું કાનૂની પગલાં લઇ શકાય એની ખાતરી નહોતી. રંગારે અને નાડરે પેટા ઇન્ડિયાનો સંપર્ક કરીને આ ઘટના વર્ણવી હતી. 
પેટા તરફથી પોલીસમાં સાદી 
ફરિયાદ નોંધાવાઇ અને પોલીસ જો પગલાં નહીં લે તો કાનૂની પગલા લેવાની ધમકી આપવામાં આવી હતી. આખરે નવી મુંબઈના ટોચના પોલીસ અધિકારીઓએ એકબીજા સાથે વાતચીત કરીને આરોપી સામે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ નોંધવાના આદેશ આપ્યા હતા અને બુધવારે રાત્રે મુન્ના કુમારની ધરપકડ કરવામાં આવી હતી.ગુરુવારે કોર્ટે આરોપીને પાંચ દિવસની પોલીસ કસ્ટડીનો આદેશ કર્યો હતો. પેટા ઇન્ડિયા તરફથી જણાવાયું હતું કે પશુ-પ્રાણીઓ પર માનવી દ્વારા અત્યાચારના કેસમાં દસ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઇ છે.
Published on: Sat, 24 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer