એફપીઆઇને રાહત અને અૉટો ક્ષેત્ર માટે મોટી જાહેરાતો

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 23 : એમએસએમઈ ક્ષેત્રના એકમો તેમના લોનની અરજીની પ્રગતિ અૉનલાઈન જોઈ શકશે. બૅન્કોએ ધિરાણદર ઘટાડાનો લાભ ગ્રાહકોને તત્કાળ આપવો પડશે, એમ નાણાપ્રધાને જણાવ્યું હતું. આ નિર્ણયથી મંદીમાં ફસાયેલા રિયલ્ટી અને અૉટો ક્ષેત્રની લોન સસ્તી થશે.
બીએસ-ફોર વાહનો રજિસ્ટ્રેશન પિરિયડ સુધી વાપરી શકાશે અને માર્ચ 2020 સુધી ખરીદાયેલી બીએસ-ફોર કાર માન્ય ગણાશે. આ સાથે સરકારના જૂનાં વાહનો કાઢી નવા પ્રદૂષણમુક્ત વાહનો લેવામાં આવશે, એમ નાણાપ્રધાને અૉટો સેક્ટરને રાહત આપતી જાહેરાત કરતાં જણાવ્યું હતું.
તે ઉપરાંત વાહનો ઉપર રજિસ્ટ્રેશનની ઊંચી ફી આવતા વર્ષના જૂન મહિના સુધી મોકૂફ રાખવાનો નિર્ણય પણ નાણાપ્રધાને જાહેર ર્ક્યો હતો.
નાણાપ્રધાને આ સાથે વેરા સતામણીનો અંત લાવવા માટે ટૅક્સ નોટિસના તમામ જૂના કેસીસ વિશે 1 અૉક્ટોબર સુધીમાં નિર્ણય લેવાની અને આવકવેરાની તમામ નોટિસોનો નિકાલ ત્રણ મહિનામાં કરવાનો નિર્ધાર જાહેર ર્ક્યો હતો.
જીએસટી પ્રણાલી શરૂ થઈ ત્યારથી તેમાં સુધારા થઈ રહ્યા છે અને તે આગળ ભવિષ્યમાં પણ થતાં રહેશે. વધુ સુધારા સૂચવવા માટે આવતા રવિવારે જીએસટી અને અધિકારીઓ સાથે પોતે બેઠક લેશે, એમ સીતારામને જણાવ્યું હતું.
વૈશ્વિક અર્થતંત્રના ચિત્રને પેશ કરતાં નાણાપ્રધાને કહ્યું હતું કે અત્યારે વૈશ્વિક જીડીપીનો વિકાસદર 3.2 ટકાની આસપાસ રહેવાની ધારણા છે અને કદાચ તેનો નવો અંદાજ ઘટાડવામાં આવે. આ સ્થિતિ વચ્ચે ભારતનો વિકાસદર ઘણો સારો છે અને આપણે ચીન અને અમેરિકાથી આ સંદર્ભે આગળ છીએ.
Published on: Sat, 24 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer