જેટ ઍરવેઝના પૂર્વ અધ્યક્ષના ઘર અને અૉફિસો પર ઇડીના દરોડા

જેટ ઍરવેઝના પૂર્વ અધ્યક્ષના ઘર અને અૉફિસો પર ઇડીના દરોડા
મુંબઈ, તા.23 : દેવામાં ડૂબેલી જેટ ઍરવેઝના માલિક નરેશ ગોયલના ઘર અને અૉફિસોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આજે દરોડા પાડયા હતા. દિલ્હી અને મુંબઈમાં મળીને ગોયલના ઘર અને ઓફિસો સહિત કુલ 12થી વધુ ઠેકાણામાં આ દરોડા અને સર્ચ અૉપરેશન હાથ ધરાયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફોરેન એક્સચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટ (ફેમા) અંતર્ગત ગોયલ સામે આ કાર્યવાહી શરૂ કરાઇ છે. એક સમયે દેશની અગ્રણી ઍરલાઇન્સ ગણાતી જેટ ઍરવેઝ દેવામાં ડૂબી જતા બંધ કરાઇ હતી અને હજારો લોકોએ નોકરી ગુમાવી છે. થોડા દિવસો પહેલાં ગોયલને વિદેશ જતા રોકવામાં આવ્યા હતા. 
ગોયલ વિરુદ્ધ 18 હજાર કરોડ રૂપિયાના ગેરવ્યવહારનો આરોપ છે અને લૂક આઉટ નોટિસ પણ બહાર પાડવામાં આવી છે.

Published on: Sat, 24 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer