એમ ટીવી પર `બાબા કી ચોકી''નું પુનરાગમન

એમ ટીવી પર `બાબા કી ચોકી''નું પુનરાગમન
કૉમેડિઅન ડૉ. સંકેત ભોસલે દ્વારા સંચાલિત શો બાબા કી ચૌકીની બીજી સિઝન એમ ટીવી પર શરૂ થવાની છે. એકદમ નવી સંકલ્પના અને નવા સેલિબ્રિટી મહેમાનો સાથે આ શો ફરી એકવાર યુવાપ્રેક્ષકોની અપેક્ષા સંતોષવા આવશે. આમાં સંકેત `સંજુ બાબા' બનીને સંચાલન કરશે. દરેક એપિસોડને - કૌન બોલતા હૈ, ટ્રેલર કા પંચનામા, બોલતી ચિઠ્ઠી, અપેક્ષા અને નેચર્સ કોલ એમ ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. કૌન બોલતા હૈમાં બાબાનો કાગડો સેલિબ્રિટીના ચાહક દ્વારા અપાયેલો કાગળ લઇને આવશે. આમાં સેલિબ્રિટીને પૂછવાના બાલિશ સવાલો હશે. ટ્રેલર કા પંચનામામાં સંકેત સેલિબ્રિટીને તેની ફિલ્મના ટ્રેલર વિશે મજાકિયા સવાલો પૂછશે. બોલતી ચિઠ્ઠીમાં પત્રનું અપગ્રેડેડ સ્વરૂપ રજૂ થશે. જયારે ગૂગલની એલેક્સાની જેમ બાબા પાસે અપેક્ષા હશે જે ભોજપુરીમાં વાત કરતી હશે. છેલ્લે બાબા નેચર્સ કોલ દ્વારા યુવાનોને સામાજિક સંદેશ આપશે. આમ દર્શકોને બાબા કી ચૌકીમાં કૉમેડીનું નવું વર્ઝન જોવા મળશે.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer