વિદ્યા બાલન બની શકુંતલા દેવી

વિદ્યા બાલન બની શકુંતલા દેવી
ફિલ્મ મિશન મંગલમાં વિજ્ઞાનીની ભૂમિકા  ભજવ્યા બાદ હવે અભિનેત્રી વિદ્યા બાલન ગણિતજ્ઞ બનવાની તૈયારી કરી રહી છે. માનવ કૉમ્પ્યુટર તરીકે જાણીતા શકુંતલા દેવીના જીવન પરની ફિલ્મમાં વિદ્યા મુખ્ય પાત્ર ભજવવાની છે. આ માટે તાજેતરમાં તેનો લૂક ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેની શકુંતલા દેવી જેવું લૂક ધરાવતી તસવીર બહાર પાડવામાં આવી છે. જોકે, આ ફિલ્મમાં વિદ્યા છે એવા સમાચાર તો કેટલાય દિવસોથી ચર્ચાય છે અને અભિનેત્રીએ પણ તેને પુષ્ટિ આપી હતી. પરંતુ ફિલ્મની પટકથા તૈયાર નહોતી થઈ એટલે કામ આગળ વધતું નહોતું. ફિલ્મનું દિગ્દર્શન અનુ મેનન કરશે. અનુ જ ફિલ્મના સહલેખિકા અને પટકથા લેખિકા પણ છે. વિદ્યાએ કહ્યું કે, હું પહેલેથી શકુંતલા દેવીથી પ્રભાવિત છું. મને લાગતું હતું કે તેમની જીવનકથા અનન્ય છે અને બધાને તે વિશે જણાવવું જોઈએ. તેઓ અસામાન્ય મહિલા હતાં જે પોતાના સમયથી ઘણું આગળ અને તે પણ પોતાની મરજી મુજબ કોઇપણ પ્રકારના ખેદ વગર જીવતા હતા. હવે આ ફિલ્મના તમામ કલાકાર કસબીઓ એકત્ર થયા છે અને સૌ પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કરવા પ્રતિબદ્ધ બન્યા છે. 
નોંધનીય છે કે શકુંતલા દેવીની ગણિતજ્ઞ તરીકેની કુશળતાથી વિશ્વ ચકિત હતું. ગિનેસ બુક અૉફ વર્લ્ડ રેકર્ડમાં પણ તેમની આ શક્તિની નોંધ લેવામાં આવી હતી.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer