રાષ્ટ્રમંડળ ખેલમાંથી નિશાનેબાજીને બહાર કરવા સામે બાંગ્લાદેશનો વિરોધ

રાષ્ટ્રમંડળ ખેલમાંથી નિશાનેબાજીને બહાર કરવા સામે બાંગ્લાદેશનો વિરોધ
ઢાકા, તા. 16 : બાંગ્લાદેશે પણ ભારત અને ઓસ્ટ્રેલિયાનો સાથ આપતા બર્મિંઘમ રાષ્ટ્રમંડળ ખેલ 2022માં નિશાનેબાજીને સામેલ કરવાની અપીલ કરી છે. બંગલાદેશના ખેલ મંત્રી મોહમ્મદ જાહિદ અહેસાન રસેલે રવિવારે બ્રિટનના રાષ્ટ્રમંડળ ખેલ, સંયુક્ત રાષ્ટ્ર અને દક્ષિણ એશિયા મામલાના રાજ્યમંત્રી તારિક અહેમદ સમક્ષ દરમિયાનગીરી કરવાની અપીલ કરી હતી. રસેલે પોતાના પત્રમાં લખ્યું હતું કે, ફુટબોલ, ક્રિકેટ, તિરંદાજી અને નિશાનેબાજીમાં દેશની સ્થિતિ સારી છે. આ મામલે બર્મિંધમમાં યોજનારા રાષ્ટ્રમંડળ ખેલ 2022માં નિશાનેબાજીને બહાર કરવાના નિર્ણય સંબંધે હસ્તક્ષેપ કરવાની જરૂર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બાદ બંગલાદેશ ત્રીજો દેશ છે જેણે નિશાનેબાજી સ્પર્ધાને બહાર કરવાનો વિરોધ કર્યો છે.

Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer