463 કિમી લાંબી રેસ જીતનારો પહેલો એશિયન બન્યો મયંક

463 કિમી લાંબી રેસ જીતનારો પહેલો એશિયન બન્યો મયંક
તરણ, દોડ અને સાઈક્લિંગ આવરી લેતી કપરી રેસમાં બનાવ્યો વિશ્વ વિક્રમ
નવી દિલ્હી, તા.16: ભારતીય એથ્લિટ મયંક વૈદ્યે દુનિયાની સૌથી મુશ્કેલ ગણાતી એન્ડુરોમેન ટ્રાઈથલોનને જીતીને ઈતિહાસ રચ્યો છે. અંદાજીત 463 કિલોમીટરની રેસને મયંકે ગયા રેકોર્ડથી 2.06 કલાક પહેલા પુરી કરીને નવો વિશ્વ વિક્રમ બનાવ્યો છે. મયંક રેસ જીતનારો પહેલો ભારતીય જ નહી પહેલો એશિયન પણ છે.
અત્યંત કપરી એન્ડુરોમેન  ટ્રાઈથલોનમાં દોડ, તરણ અને સાઈક્લિંગ મારફતે ઈંગ્લેન્ડના લંડનથી ફ્રાંસના પેરિસ સુધી રેસ કરવાની હોય છે. જેને જીતવા માટે મયંકે 140 કિમી દોડ, 33.8 કિમીનું સ્વિમિંગ અને 289.7 કિમી સાઈકલ ચલાવી હતી. મયંકે રેસને 50.24 કલાકમાં પુરી કરી હતી. જે નવો વિશ્વ વિક્રમ છે. ગત વિક્રમ  બેલ્જિયમના જૂલિયન ડેનેયરના નામે 52.30 કલાકનો હતો. એક વેબસાઈટ સાથે વાત કરતા મયંકે કહ્યું હતું કે, એન્ડુરોમેન દુનિયાની સૌથી પોઈન્ટ ટુ પોઈન્ટ ટ્રાઈથલોન રેસ છે. જેમાં અત્યારસુધી માત્ર 44 લોકોને જ સફળતા મળી છે. આટલા લોકો કરતા વધારે તો માઉન્ટ એવરેસ્ટ સર કરી ચૂક્યા છે. હકીકતમાં ટ્રાઈથલોન દુનિયાની સૌથી કપરી રેસ છે.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer