આઇસીસી રેન્કિંગ ટીમ ઇન્ડિયા ટેસ્ટમાં ટોચે

આઇસીસી રેન્કિંગ ટીમ ઇન્ડિયા ટેસ્ટમાં ટોચે
વન-ડેમાં વિરાટ ટોચે, બુમરાહ ટોચનો બોલર; ઇંગ્લેન્ડ ટોચની ટીમ; ટેસ્ટમાં સ્મિથ મોખરે, કોહલીને મળ્યું બીજું સ્થાન
નવી દિલ્હી, તા. 16 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ સોમવારે જારી કરેલા રેન્કિંગ મુજબ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ ટોચનું સ્થાન ટકાવી રાખ્યું છે. જો કે વન-ડેમાં ઇંગ્લેન્ડ અવ્વલ અને ભારતીય ટીમ બીજા સ્થાન પર છે.
બેટધરોની વાત કરીએ તો ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો સ્ટિવ સ્મિથ ટોચના સ્થાને છે. તો વિરાટ કોહલી બીજા અને કિવી ખેલાડી કેન વિલિયમ્સન ત્રીજા સ્થાન પર છે.
વન-ડે રેન્કિંગમાં પહેલા બે સ્થાન પર ભારતનો કબજો છે. વિરાટ કોહલી ટોચે અને બીજા સ્થાન પર રોહિત શર્મા છે. ત્રીજા ક્રમે પાકનો બાબર આઝમ છે.
ટેસ્ટ રેન્કિંગમાં સ્મિથને 937, કોહલીને 903 પોઇન્ટ મળ્યા છે. બોલરોમાં ઓસ્ટ્રેલિયાના પેટ કમીન્સે મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે.
ટીમ ઇન્ડિયાએ તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝને તેની જ પિચ પર ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હાર આપી હતી, જેથી ભારતને રેટિંગ પોઇન્ટમાં ફાયદો થયો હતો. બીજા સ્થાને ન્યૂઝીલેન્ડની ટીમ છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે ટેસ્ટના રેન્કિંગમાં છેલ્લા 3 વરસથી મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. બોલર્સની વાત કરીએ તો વન-ડેમાં જસપ્રિત બુમરાહ ટોચના સ્થાને છે. વધુમાં તાજેતરમાં જ બાંગલાદેશને 224 રનના મોટા અંતરથી કારમી હાર આપનાર અફઘાનિસ્તાન ટીમને 10મું સ્થાન મળ્યું છે.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer