આ વર્ષે આઈપીઓ માર્કેટમાં માત્ર 11 પબ્લિક ઇસ્યૂ આવ્યા

આ વર્ષે આઈપીઓ માર્કેટમાં માત્ર 11 પબ્લિક ઇસ્યૂ આવ્યા
મુંબઈ, તા. 16 : આ વર્ષમાં આઈપીઓ માર્કેટમાં મંદીનું ચિત્ર જોવાયું છે. આ વર્ષ પૂરું થવાને માત્ર ત્રણ મહિના બાકી છે. ત્યારે માત્ર 11 કંપનીઓ આઈપીઓ લાવી છે. આની સામે 2018ના વર્ષમાં 24 કંપનીઓ પબ્લિક ઇસ્યૂ લાવી હતી. ચાલુ વર્ષમાં 11 કંપનીઓ જે ઇસ્યૂ લાવી તે કંપનીઓએ તેના દ્વારા રૂા. 10,000 કરોડ એકત્ર કર્યા હતા. જ્યારે ગયા વર્ષ 24 કંપનીઓએ ઇસ્યૂ મારફત રૂા. 30,959 કરોડ એકત્ર કર્યા હતા.
બજારના નિષ્ણાતોના મતે આ વર્ષ આઈપીઓ માર્કેટ મુશ્કેલીમાં છે. મિડ-કેપ અને સ્મોલકેપ શૅરોના વેલ્યુએશનમાં તીવ્ર ઘટાડો થયો છે. તેનાથી પ્રાઇમરી માર્કેટીંગમાં અવરોધ આવ્યો છે. ચાલુ વર્ષ 11 કંપનીઓએ આઈપીઓ મારફત કુલ રૂા. 10,300 કરોડ એકત્ર કર્યા છે. 2017માં 36 કંપનીઓએ કુલ રૂા. 68,000 કરોડ એકત્ર કર્યા હતા.
અમેરિકા અને ચીન વચ્ચે વેપારયુદ્ધથી વૈશ્વિક અર્થતંત્રમાં નરમાઈ, ભારતના જીડીપી ગ્રોથ રેટમાં ઘટાડો, ભારતના ચલણમાં ઘટાડો, કૉર્પોરેટ અર્નિંગમાં નરમાઈ જેવા પરિબળોને કારણે આઈપીઓ માર્કેટમાં મંદી આવી છે. 2017માં ઊચ્ચ સ્તરે પહોંચ્યા બાદ આઈપીઓની સંખ્યા 2018 અને 2019માં ઘટાડો થયો હતો. ગયા વર્ષે આશરે 90 કંપનીઓએ ડીઆરએચથી સુપરત કર્યા હતા અને માત્ર અમુક કંપનીઓ જ આઈપીઓ લાવી શકી હતી.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer