કરતારપુર કોરિડોર 9 નવેમ્બરથી ભારતીય જાત્રાળુઓ માટે ખૂલશે પાક

ઈસ્લામાબાદ તા. 16: ગુરુ નાનકની 550મી જન્મજયંતિના 3 દિવસ પહેલાં તા. 9 નવેમ્બરે ભારતીય શીખ યાત્રાળુઓ માટે કરતારપુર કોરિડોર ખૂલ્લુ મૂકીશું એમ પાકિસ્તાને આજે જણાવ્યુ હતું. ભારતે બંધારણની કલમ 370 દૂર કર્યા પછી બેઉ દેશો વચ્ચે વધેલા તનાવ વચાળે આ જાહેરાત થઈ છે. લાહોરથી સવાસો કિમી દૂર આવેલા કરતારપુરના આ પ્રોજેકટના ડિરેકટરે કોરિડોરની મુલાકાતે આવેલા પત્રકારોને સંબોધતા જણાવ્યુ હતું કે કોરિડોરનું 86 ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે અને તે આવતા માસે પૂર્ણ થઈ જશે.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer