ભારતનો તેલ પુરવઠો નહીં ખોરવાય ધર્મેન્દ્ર પ્રધાનની ધરપત

નવીદિલ્હી, તા.16 : સાઉદીમાં ઓઈલ પ્લાન્ટમાં હુમલાને પગલે ઉત્પાદન ઠપ થયા બાદ દુનિયાભરમાં ક્રૂડઓઈલનાં પુરવઠા અંગે અફરાતફરી મચી ગઈ છે અને ભારત ઉપર પણ તેની માઠી અસરો થવી નિશ્ચિત દેખાઈ રહી છે ત્યારે આજે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે ધરપત આપતાં કહ્યું હતું કે, ભારતનો ઓઈલ પુરવઠો આ ઘટનાક્રમથી ખોરવાશે નહીં. તેમણે કહ્યું છે કે, સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સપ્ટેમ્બર માસનાં ઓઈલ પુરવઠાની સમીક્ષા કરી છે. ઉદ્દભવેલાં સંજોગોમાં ભારતનાં ઓઈલ પુરવઠાને અસર થવાની કોઈ શક્યતા દેખાતી નથી. અરામકોમાં ડ્રોન હુમલા બાદ તે કંપનીનાં ટોચનાં કારોબારી અધિકારીઓનો રિયાદમાં ભારતીય દૂત દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમનાં તરફથી ભારતને સ્થિર ઓઈલ પુરવઠાની ખાતરી આપવામાં આવી છે. 
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer