હિન્દી પર સંગ્રામ કમલ હાસને કર્યા અમિત શાહ પર પ્રહાર

અભિનેતા-નેતાએ કહ્યું : કોઈ શાહ- સુલતાન `અનેકતામાં એકતા'નું વચન તોડી નહીં શકે
ચેન્નાઈ, તા. 16 : અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસને સોમવારે કેન્દ્ર સરકારને `એક દેશ એક ભાષા'ને વેગ આપવા વિરુદ્ધ ચેતવણી આપી હતી.
એક વીડિયો જારી કરીને ગૃહમંત્રી અમિત શાહ પર પરોક્ષ પ્રહાર કરતાં કમલે કહ્યું કે, ભારત 1950માં `અનેકતામાં એકતા'નાં વચન સાથે ગણતંત્ર બન્યું હતું. હવે કોઈ શાહ કે સુલતાન તે વચન તોડી શકશે નહીં. 
હું તમામ ભાષાનું સન્માન કરું છું, પણ મારી માતૃભાષા તો તમિલ જ રહેશે. વધુ એકવાર ભાષા માટે જલ્લીકટ્ટુથી પણ મોટું આંદોલન થશે, તેવું મક્કલ નિધિમૈય્યમના અધ્યક્ષે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હિન્દી દિવસ પર ગૃહપ્રધાન અમિત શાહે `એક દેશ-એક ભાષા'ના સિદ્ધાંતનો પક્ષ લીધા બાદ દક્ષિણ ભારતના રાજકીય પક્ષો તેના વિરોધમાં ઊતરી આવ્યા છે.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer