બંને કૉંગ્રેસ વિધાનસભાની 125-125 બેઠક લડશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીમાં કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી પ્રત્યેક 125 બેઠકો ઉપર ઉમેદવાર ઊભા રાખશે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારે આજે આ જાહેરાત કરી હતી. મુંબઈમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ છ બેઠકો લડશે.
શરદ પવારે આજે જણાવ્યું હતું કે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ વચ્ચે બેઠકોની સમજૂતીને અંતિમરૂપ આપવામાં આવ્યું નથી. શેષ 38 બેઠકો સાથી પક્ષો માટે છોડી દેવામાં આવશે. અમારો પક્ષ વિધાનસભાની ચૂંટણીમાં નવા ચહેરાને તક આપશે. કૉંગ્રેસ સાથે કેટલીક બેઠકોની અદલાબદલી કરવામાં આવશે એમ પવારે ઉમેર્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 બેઠકો છે.
મુંબઈમાં વિધાનસભાની 36 બેઠકો છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના હિસ્સામાં છ બેઠકો આવી છે. અણુશક્તિનગર, કુર્લા, વરલી, દિંડોશી, માગાઠાણે અને વિક્રોલીની બેઠક ઉપર રાષ્ટ્રવાદી કૉંગ્રેસ ચૂંટણી લડશે. આ પહેલા દિંડોશીની બેઠક કૉંગ્રેસ પાસે હતી. હવે તે રાષ્ટ્રવાદીએ લીધી છે. તેના બદલામાં કૉંગ્રેસને ગોરેગામની બેઠક આપવામાં આવી છે.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer