વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ગુરુવારે થશે?

મુખ્ય ચૂંટણી આયુક્ત અરોરા આજે મુંબઈમાં
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 16: કેન્દ્રીય ચૂંટણીપંચ આવતી 19મી સપ્ટેમ્બર મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર કરશે વર્ષ 2014માં પણ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની તારીખો 20મી સપ્ટેમ્બરે જાહેર થઈ હતી. તેના માટે 15મી અૉક્ટોબરે મતદાર થયું હતું. વર્ષ 2014માં ઝારખંડ વિધાનસભા માટે 25મી નવેમ્બરથી 23મી ડિસેમ્બર સુધીમાં પાંચ તબક્કામાં મતદાન થયું હતું.
દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચ મંગળવારે સાંજે મુંબઈની મુલાકાતે આવશે. તેઓ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે અને સંબંધિતો સાથે વાતચીત કરશે.
મુખ્ય ચૂંટણી આયુક્ત સુનીલ અરોરા આવતી કાલે સાંજે મુંબઈ પહોંચશે. ચૂંટણી આયુક્તો અશોક લવાસા અને સુશીલ ચંદ્રા પણ તેઓની સાથે આવશે. તેઓ રાજ્ય વિધાનસભાની ચૂંટણીની તૈયારી અંગે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, તેમ જ વહીવટી તંત્ર અને પોલીસના અધિકારીઓની વાતચીત કરશે. આ બધી બેઠકો મંગળવારે અને બુધવારે થશે. મુખ્ય ચૂંટણી કમિશનર અને બે આયુક્તો બુધવારે સાંજે દિલ્હી પાછા ફરશે.
મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત નવમી નવેમ્બરે પૂર્ણ થવાની છે. તેથી તે પૂર્વે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરીને નવી વિધાનસભાની રચના કરવામાં આવશે.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer