ઓલા, ઉબરને લીધે બેસ્ટને ફટકો પડયો ઉદ્ધવ ઠાકરે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ,  તા. 16 : અૉટો ઇન્ડસ્ટ્રીને ઓલા,ઉબરને લીધે ફટકો પડયો એવી કેન્દ્રના નાણાપ્રધાન નિર્મલા સીતારામનની ટિપ્પણીની ઘણી ટીકા કરાઈ હતી. હવે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે ઓલા-ઉબરને લીધે બેસ્ટ અન્ડરટેકિંગને ફટકો પડયો છે. ઉદ્ધવ ઠાકરેના હસ્તે આજે બેસ્ટ ઉપક્રમમાં વેટ લિઝિંગના આધારે દાખલ કરાયેલી છ મિનિ એસી (વાતાનુકુલિત) બસનું લોકાર્પણ કરાયું હતું અને આના ઉદઘાટન સમારોહમાં ઉદ્ધવ ઠાકરેએ આ વક્તવ્ય કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે દેશમાં હાલ મંદી છે, પરંતુ આ મંદી લાંબા સમય સુધી નહીં ચાલે. ઓલા-ઉબરને લીધે બેસ્ટને ફટકો પડયો છે. અમે જંગી ખોટ કરતી બેસ્ટને પાછી પુનર્જીવિત કરી છે. સમય પ્રમાણે સુધારા કરવા જરૂરી છે.

Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer