આરેમાં કારશેડ યોજનાની હાલત નાણાર રિફાઇનરી પ્રકલ્પ જેવી થશે ઉદ્ધવ

આરેમાં કારશેડ યોજનાની હાલત નાણાર રિફાઇનરી પ્રકલ્પ જેવી થશે ઉદ્ધવ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ,  તા. 16 : આરે જંગલમાં કારશેડ ઊભા કરવાના મુદ્દે શિવસેના અને ભાજપ આમને-સામને છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે આરેમાં મેટ્રોનું કારશેડ ઊભું કરવાની યોજનાના હાલ કોંકણમાં નાણાર પ્રકલ્પ ઊભી કરવા જેવા થશે. આ કારશેડ બાંધવા સુમારે 2700 ઝાડ કાપવાનાં છે અને પર્યાવરણપ્રેમી અને મોટા ભાગના મુંબઈગરા વિરોધ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ આરેમાં કારશેડની તરફેણ કરનારને નાણાર પ્રકલ્પની યાદ અપાવી હતી. ઉદ્ધવે કહ્યું હતું કે લોકોના ભારે વિરોધને લીધે નાણાર પ્રકલ્પ રદ કરવામાં આવ્યો હતો. 
ઉદ્ધવ ઠાકરેએ આ સાથે સુપ્રીમ કોર્ટને રામમંદિર મુદ્દાનો ત્વરીત ઉકેલ લાવવાની વિનંતી સર્વોચ્ચ અદાલતને કરી હતી. ઉદ્ધવે કહ્યું હતું કે રામમંદિર અંગે બાળાસાહેબ ઠાકરેએ ઠોસ ભૂમિકા લીધી હતી અને કહ્યું હતું કે અયોધ્યામાં રામમંદિર બંધાવું જ જોઈએ. સર્વોચ્ચ અદાલતમાં કેસ અંતિમ તબક્કામાં છે. આથી સર્વોચ્ચ અદાલતને વિનંતી છે કે ત્વરીત નિર્ણય લે. અમારે કેટલી વાર રાહ જોવાની. કેન્દ્ર સરકારે 370મી કલમ પ્રમાણે રામમંદિર માટે પણ પગલું ભરવાની જરૂર છે. 
ઉદ્ધવ ઠાકરેએ આજે એવો ખુલાસો કર્યો હતો કે ભાજપમાં પ્રવેશેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સંસદસભ્ય ઉદયનરાજનું અપમાન કરવાનો અમારો ઈરાદો નહોતો. અમે તો સામનામાં તેમની પાસે જે અપેક્ષા હતી એ લખી.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer