ટ્રાફિક નિયમના ભંગ બદલ વડોદરામાં 23 પોલીસકર્મી દંડાયા

ટ્રાફિક નિયમના ભંગ બદલ વડોદરામાં 23 પોલીસકર્મી દંડાયા
અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 16 : ગુજરાતમાં આજથી ટ્રાફિક નિયમોનો કડક અમલ શરૂ થતાં પોલીસકર્મીઓને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરમાં 23 જેટલા પોલીસ કર્મીઓને ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. વડોદરા શહેરના સમા પોલીસસ્ટેશનના મહિલા પોલીસકર્મી સાયમા બલોચને ટ્રાફિક પોલીસે એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 
સાયમા બલોચ સમા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે ટ્રાફિક પોલીસે તેઓને રોક્યા હતા. તેમની બાઇક પર નંબર પ્લેટ પણ લગાવવામાં આવી નહોતી. અને વાહન પર લખાણ લખેલું હતું. આ ઉપરાંત સાયમા બલોચ પાસે લાઈસન્સ પણ નહોતું. જેથી ટ્રાફિક પોલીસે મહિલા પોલીસકર્મીને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 
વડોદરા શહેરના પ્રતાપનગર હેડ ક્વાટર્સ, અકોટા પોલીસ લાઇન અને પોલીસ ભવનની બહારના ભાગેથી પોલીસ કર્મીઓને હેલ્મેટ, લાઇસન્સ સહિતના ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યા હતા.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer