વિક્રમ સાથે સંપર્ક?માટે મદદે આવેલી નાસા પર હવે આશા

વિક્રમ સાથે સંપર્ક?માટે મદદે આવેલી નાસા પર હવે આશા
ચેન્નાઈ, તા. 16:ભારતના મહત્ત્વાકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન-2માંથી છુટા પડી ચંદ્રની સપાટી પર પડેલા લેન્ડર વિક્રમ સાથે સંપર્ક?સાધવા માટે હવે માત્ર પાંચ દિવસ બચ્યા છે.
લેન્ડર વિક્રમ એક ચંદ્ર દિવસ એટલે કે પૃથ્વી પરના 14 દિવસ સુધી જ કામ કરી શકે તે રીતે નિર્મિત કરાયું છે.
એ જોતાં 20 અથવા 21મી સપ્ટેમ્બરના ચંદ્રમા પર રાત થઈ જશે અને લેન્ડર વિક્રમ સાથે સંપર્કની આશા ખતમ થઈ જશે.
દરમ્યાન આ મહત્ત્વના સંપર્ક?સાધવાના વ્યાયામમાં મદદ માટે આગળ આવેલી અમેરિકી અવકાશ એજન્સી નાસા આવતીકાલે મંગળવારે ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમે ઊતરાણ કર્યું છે તે જગ્યા પરથી તેનું ઓર્બિટર પસાર કરશે.
નાસાનું ઓર્બિટર ઊતરાણ સ્થળની તસવીરો પણ મોકલી શકે છે. જેનાથી લેન્ડર વિક્રમ સાથે સંપર્ક?કરવામાં સફળતા મળી પણ શકે છે.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer