પાંચ ટકા જેટલો નીચો વૃદ્ધિદર અચરજકારી આરબીઆઈ ગવર્નર

પાંચ ટકા જેટલો નીચો વૃદ્ધિદર અચરજકારી આરબીઆઈ ગવર્નર
મુંબઈ, તા.16 : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનાં ગવર્નર શક્તિકાંત દાસે આજે કહ્યું હતું કે, સાઉદીમાં ઓઈલ પ્લાન્ટ ઉપર હુમલા બાદ ઉદ્દભવેલી સ્થિતિમાં જો ઓઈલનાં ભાવો વધતા રહેશે તો ભારતમાં રાજકોષીય ખાધ ઉપર તેની વિપરિત અસર થઈ શકે છે. જો કે આ સ્થિતિનું આકલન કરવાં માટે હજી થોડા દિવસમાં માહોલ કેવો બને છે તે જોવા પડશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, નાણાનીતિ સમિતિ વૃદ્ધિ અને ફુગાવા ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત રાખશે અને મધ્યમગાળાનાં લક્ષ્યાંકમાં રહે તેની ખરાઈ કરશે. જૂન માસમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં આવેલા પાંચ ટકા જેવા નીચા વૃદ્ધિદર વિશે તેમણે કહ્યું હતું કે, આ 2013 પછીનાં સૌથી નબળા આંકડા છે પણ તે અચંબિત કરનારા છે. શા માટે આવું બન્યું તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. 
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer