હાઉડી મોદી કાર્યક્રમ વિશે વડા પ્રધાનનું નિવેદન

હાઉડી મોદી કાર્યક્રમ વિશે વડા પ્રધાનનું નિવેદન
હ્યુસ્ટનમાં ટ્રમ્પની હાજરી ભારત સાથે મજબૂત સંબંધનું પ્રતિબિંબ
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 16 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે હ્યુસ્ટન ખાતે ભારતીય સમુદાયને મળવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પે જે ખાસ અણસાર આપ્યો છે તે ભારત-અમેરિકાના સંબંધોની મજબૂતાઈ અને અમેરિકન સમાજ અને ત્યાંના અર્થતંત્રમાં ભારતીય સમુદાયના યોગદાન પર પ્રકાશ પાડે છે.
મોદીએ જણાવ્યું હતું કે અમેરિકાના પ્રમુખનો આ ખાસ અણસાર ભારત અને અમેરિકાની ખાસ દોસ્તી તરફ ઇશારો કરે છે. આ કાર્યક્રમમાં ટ્રમ્પનું સ્વાગત કરવા ભારતીય સમુદાય સાથે જોડાવા પોતે ઉત્સુક હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
અગાઉ વ્હાઇટ હાઉસે એક અખબારી નિવેદનમાં આ હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પ હાજર રહેશે એવી પુષ્ટિ કરી હતી. આ કાર્યક્રમના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકા અને ભારતના લોકો વચ્ચેના સંબંધો મજબૂત કરવાની તેમ જ વિશ્વના બે જૂના લોકતંત્રો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ નક્કર કરવાની તથા વ્યાપારી સંબંધોને વધુ ગાઢ બનાવવાની આ કાર્યક્રમ તક પૂરી પાડશે.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer