અયોધ્યા વિવાદમાં ફરીથી મધ્યસ્થતાનાં પ્રયાસ

અયોધ્યા વિવાદમાં ફરીથી મધ્યસ્થતાનાં પ્રયાસ
અદાલતે સુનાવણીના જીવંત પ્રસારણની શક્યતા બાબતે નોટિસ જારી કરી
નવીદિલ્હી, તા.16 : અયોધ્યા વિવાદની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવાની માગણી કરતી અરજી ઉપર આજે  સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી અને આજે 24મા દિવસની સુનાવણીમાં કોર્ટે રજીસ્ટ્રીને નોટિસ જારી કરીને પૂછ્યું હતું કે, કેસની સુનાવણીનું લાઈવ ટેલિકાસ્ટ કરવાં માટેની વ્યવસ્થા કરવાં કેટલા દિવસ લાગી શકે છે? દરમિયાન આયોધ્યા વિવાદમાં મધ્યસ્થી સમિતિનાં અધ્યક્ષ જસ્ટિસ કલીફુલ્લાએ આજે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, સુન્ની વક્ફ બોર્ડ અને નિર્વાણી અખાડાએ તેમને પત્ર પાઠવીને ફરીથી સુલેહની વાટાઘાટ માટે કહ્યું છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પૂર્વ વિચારક કે.એન.ગોવિંદાચાર્યની અરજી ઉપર આજે સુપ્રીમ કોર્ટ તરફથી કેસનાં જીવંત પ્રસારણ માટેની સંભાવના ચકાસતી નોટિસ જારી કરી હતી. જો કે આ માગણીનો સુન્ની વક્ફ બોર્ડ તરફથી વિરોધ પણ કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન આજે દૈનિક સુનાવણીનાં 24મા દિવસે મધ્યસ્થતા માટે ફરીથી પ્રયાસો શરૂ થતાં દેખાયા હતાં. હિન્દુ અને મુસ્લિમ બન્ને પક્ષકાર તરફથી પત્ર પાઠવીને કોર્ટની બહાર વાટાઘાટથી વિવાદ ઉકેલવાની ઈચ્છા દર્શાવવામાં આવી છે. ત્યારે ખાસ નોંધનીય છે કે આ પહેલા 1પપ દિવસ પછી ય મધ્યસ્થતા પેનલથી આ સંવેદનશીલ વિવાદનો કોઈ ઉકેલ ન આવ્યો હોવાનાં કારણે જ અત્યારે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. અત્યાર સુધીમાં હિન્દુ પક્ષકારોની દલીલો પૂરી થઈ ગઈ છે અને મુસ્લિમ પક્ષ તરફથી પોતાની રજૂઆતો કરવામાં આવી રહી છે.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer