ઝાકિર નાઈક સામે બિનજામીનપાત્ર વૉરન્ટ કાઢવા ઇડીની રજૂઆત

મુંબઈ, તા. 17 : પ્રીવેન્શન અૉફ મની લોન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ નિમાયેલી સ્પેશિયલ કોર્ટને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ 2016થી વોન્ટેડની યાદીમાં રહેલા ઝાકિર નાઈક સામે બિનજામીનપાત્ર વૉરન્ટ કાઢવા સંપર્ક કર્યો હતો.
એજન્સીએ રજૂઆત કરી હતી કે ગયા સપ્તાહે સમન્સ કાઢ્યા પછી પણ નાઈક કોર્ટ સમક્ષ હાજર થયા નહોતા. હવે કોર્ટ બુધવારે આ વિશેનો અૉર્ડર કાઢે એમ મનાય છે. ગયા સપ્તાહે નાઈકના વકીલ ટી. સૈયદે સ્પેશિયલ કોર્ટનો સંપર્ક કરીને કોર્ટ સમક્ષ હાજર થવા બે મહિનાનો સમય માગ્યો હતો જે નકારવામાં આવ્યો હતો. સ્પેશિયલ કોર્ટે ઇડી દ્વારા જુલાઈમાં દુબઈના જ્વેલર અબ્દુલ કાદીર નઝમુદ્દીન સથક સામે સમન્સ ઈસ્યૂ કર્યો છે.
 
 

Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer