પાલિકા 24 કલાક બગીચા ખુલ્લા રાખશે

મુંબઈ, તા. 17 : અંધારું થયા પછી નગરપાલિકાના બગીચામાં જવા માટે મુંબઈગરાઓ જે અચકાઈ રહ્યા છે તે માનસ દૂર કરવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) તેના 23 બગીચા સાતે દિવસ 24 કલાક ખુલ્લા રહે તે માટે કેટલીક સાંસ્કૃતિક પ્રવૃત્તિ જેમ કે નાટક, કવિતાના સત્રો તથા સંગીતના વર્ગો જેવી પ્રવૃત્તિ હાથ ધરવા વિચારી રહ્યું છે.
જોઈન્ટ મ્યુનિસિપલ કમિશનર આશુતોષ મલાલ જેઓ બગીચાઓના `ઇન-ચાર્જ' છે.
તેમણે કહ્યું હતું કે અમે કેટલીક સાંસ્કૃતિક પ્રવૃત્તિ બગીચાઓમાં યોજવા માગીએ છીએ જેથી અંધારું થયા પછી પણ લોકો પાર્કમાં આવતા  રહે. આ પ્રવૃત્તિ ખાસ્સી આવકાર્ય બની રહેશે એવો અમને વિશ્વાસ છે.
પાલિકા સૌપ્રથમ આવી પ્રવૃત્તિઓને બગીચામાં કેવો પ્રતિસાદ મળી શકે તેનો અભ્યાસ કરશે અને પછી પૃથ્વી થિયેટર્સ અથવા અન્ય કોઈ જાણીતી મ્યુઝિક ક્લબો સાથે આ પ્રવૃત્તિઓ માટે સહયોગ કરાશે. જોકે, અમારે ધ્વનિ નિયંત્રણ અંગે ચોક્સાઈ રાખવી પડશે, જેથી પોલીસ તરફથી કોઈ વાંધાવચકા આવે નહીં
 
 

Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer