અૉક્ટોબરથી ગુજરાતમાં નોન જ્યુડિશિયલ ફિઝિકલ સ્ટૅમ્પ પેપરનો ઉપયોગ બંધ

અૉક્ટોબરથી ગુજરાતમાં નોન જ્યુડિશિયલ ફિઝિકલ સ્ટૅમ્પ પેપરનો ઉપયોગ બંધ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.17 : રાજ્યમાં નાગરિકોને સ્ટૅમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તથા સ્ટૅમ્પ વેન્ડર મારફતે વેચાતા પરંપરાગત સ્ટૅમ્પ પેપરની કૃત્રિમ અછત ઊભી કરી સ્ટૅમ્પ વેન્ડરો દ્વારા વધુ કિંમત વસૂલ કરી નાગરિકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆતોને ધ્યાને લઇ થોડા સમય પહેલા જ રાજ્ય સરકારે ડિજિટલ સ્ટૅમ્પિંગની સુવિધાનો વ્યાપ વધારવા મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને આગળ ધપાવતા રાજ્ય સરકારે 1લી અૉક્ટોબર, 2019થી રાજ્યભરમાં નોન જ્યુડિશિયલ ફિઝિકલ સ્ટૅમ્પ પેપરના ઉપયોગને બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના નાગરિકોને ફક્ત ડિજિટલ સ્ટૅમ્પિંગની સુવિધાનો જ ઉપયોગ કરવાનો રહેશે, એમ આજે રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિકભાઇ પટેલે જણાવ્યુ ંહતું. 
પટેલે ઉમેર્યું કે, નાગરિકોને ફિઝિકલ સ્ટૅમ્પ સેવા બંધ થતાં સ્ટૅમ્પ મેળવવામાં કે સ્ટૅમ્પ ડયૂટીની ચુકવણીમાં કોઇ તકલીફ ના પડે તે માટે ઇ-સ્ટૅમ્પિંગની સુવિધાથી હવેથી શિડયુલ બૅંકો, કેન્દ્ર અને રાજ્યના નિયંત્રણ હેઠળની નાણાકીય સંસ્થાઓ કે એકમો, પોસ્ટ અૉફિસ ઉપરાંત લાઈસન્સી સ્ટૅમ્પ વેન્ડર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, બંદર/પોર્ટ ખાતેના સી ઍન્ડ એફ એજન્ટ, ઇ-ગવર્નર પ્લાન્ટ હેઠળ કાર્યરત કોમન 
સર્વિસ સેન્ટર, આરબીઆઇ રજિસ્ટર નોન બૅન્કિંગ ફાઈનાન્શિયલ કંપની અને લાઈસન્સી નોટરી પૈકી જે વ્યક્તિઓ/સંસ્થાઓ જે તે જિલ્લાની સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનની કચેરી ખાતે રજિસ્ટ્રેશન માટે અરજી કરી શકશે.
સુપ્રી. અૉફ સ્ટૅમ્પ્સ દ્વારા આ વ્યક્તિઓ /સંસ્થાઓને ઇ-સ્ટૅમ્પિંગના એસીસી (અૉથોરાઇઝડ કલેક્શન સેન્ટર) તરીકેની નિમણૂકની પરવાનગી આપ્યા બાદ આ સેન્ટરો ડિજિટલ ઇ-સ્ટૅમ્પિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકશે.

Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer